West Bengal Election 2021: અસદુદ્દીન ઓવૈસીને મળ્યો મોટો ઝટકો, TMC પર લાગ્યો આરોપ
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે થનારી રેલીને પોલીસ મંજૂરી ન મળતા રદ કરવામાં આવી છે.
Trending Photos
કોલકાતા: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે થનારી રેલીને પોલીસ મંજૂરી ન મળતા રદ કરવામાં આવી છે.
TMC પર આરોપ
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ અલ્પસંખ્યક બહુમતીવાળા મેતિયાબ્રુજ વિસ્તારમાં રેલી કરીને બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત કરવાની હતી. AIMIM ના પ્રદેશ સચિવ જમીર ઉલ હસને જણાવ્યું કે પોલીસે રેલી માટે તેમને મંજૂરી આપી નહીં. હસને જણાવ્યું કે 'અમે મંજૂરી માટે 10 દિવસ પહેલા જ અરજી આપી દીધી હતી પરંતુ રેલીના બરાબર એક દિવસ પહેલા પોલીસે જાણ કરી કે અમે રેલી કરવાની મંજૂરી આપીશું નહીં. અમે TMCના આવા હથકંડા સામે નમીશું નહીં. અમે ચર્ચા કરીશુ અને કાર્યક્રમની નવી તારીખ જણાવીશું.'
બિહાર બાદ બંગાળ પર નજર
આ મામલે કોલકાતા પોલીસે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રાયે રેલી માટે મંજૂરી ન મળવામાં પોતાની પાર્ટીની કોઈ પણ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. અત્રે જણાવવાનું કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM બંગાળ ચૂંટણી માટે પૂરેપૂરી તૈયારી સાથે લાગી ગઈ છે. બિહાર ચૂંટણી પરિણામો બાદ ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પાડી શકે છે ગાબડું
બંગાળ ચૂંટણીમાં એન્ટ્રી બાદ ઓવૈસી રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. AIMIM ની નજર માલદા, દક્ષિણ 24 પરગણા, દિનાઝપુર, મુર્શિદાબાદ પર છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઓવૈસી મત ખેંચવાની તૈયારીમાં છે. જેનાથી ટીએમસીને મત ખોવાનો ડર સતાવી રહ્યો છે. બિહારના સીમાંચલ વિસ્તારમાં પાંચ બેઠકો પર જીત મેળવ્યા બાદ ઓવૈસીની નજર હવે બંગાળ પર છે. ઓવૈસીએ બિહારથી જીતેલા પાંચ વિધાયકોને બંગાળમાં ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે. આ સાથે જ તેલંગણાના બે વિધાયકોને પણ બંગાળ ચૂંટણીમાં કામે લગાડ્યા છે.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે